Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

અમદાવાદ: હિંમતનગર ડિવિઝનના તાબામાં નવ ડેપો દ્વારા અંદાજે 86 રૂટો પર બસની સુવિધા શરૂ કરવામાં આવશે

અમદાવાદ:  હિંમતનગરના ડીવીઝનલ મેનેજર મહેશભાઈ ગોસ્વામીના જણાવાયા મુજબ મંગળવારથી લોકડાઉન-૪ માં સરકાર ધ્વારા અપાયેલી કેટલીક છુટછાટોના ભાગરૂપે ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ ધ્વારા અમદાવાદસુરત તથા અન્ય જિલ્લાઓમાં જ્યાં કોરોનાના કેસ વધુ છે તે સિવાયના વિસ્તારોમાં બસસેવા શરૂ કરવા અંગે નિગમના ઉચ્ચ અધિકારીઓએ બોલાવેલી બેઠકમાં ફોર્મુલા તૈયાર કરી છે. જે મુજબ જે વિસ્તારરમાં બસ સેવા શરૂ થશે તે જિલ્લા પુરતી સિમીત રહેશે. જે મુજબ હિંમતનગર ડીવીઝનમાં આવતા હિંમતનગરવિજાપુરમાણસામોડાસાબાયડઈડરખેડબ્રહ્મા તથા પ્રાંતિજ ડેપોની મળી અંદાજે ૮૫ બસો શક્ય હશે તો બુધવારે રાતથી અથવા તો ગુરૂવારથી શરૂ થશે. જોકે આ બસો તાલુકા મથકથી અન્ય તાલુકા મથક સુધી દોડશે અને તેમાં મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરે ઈ-ટીકીટ લેવાની ફરજીયાત રહેશે એટલે કે પેપર લેસ ટીકીટ હોવાને લીધે કન્ડક્ટર અન્ય કોઈ મુસાફરના શારિરીક સંપર્કમાં આવશે નહી. આ ઉપરાંત દરેક તાલુકા મથકે બસોનું ચેકીંગ કરીને તેમાં મુસાફરી કરનાર અને અન્ય સ્થળે જવા માગતા મુસાફરોનુ સ્કેનીંગ કરાયા બાદ ઈ-ટીકીટના આધારે બસમાં બેસતા અગાઉ ટેમ્પ્રેચર ગનથી તેનું ઉષ્ણતામાન માપવામાં આવશે જોકે આગામી દિવસોમાં રાજ્ય સરકારની સુચના બાદ વધુ બસો દોડાવવાની શક્યતાઓ અંગે નિગમના ઉચ્ચ અધિકારીઓ વિચાર વિમર્સ કરીને નિર્ણય કરશે.

(5:45 pm IST)