Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૧૮ દિનમાં ૬૭૯ કેસ થયા

તપાસ કરીને ૨૬૦ એકમોને નોટીસ ફટકારાઈ : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ઝેરી મેલેરિયાના ૧૦ કેસ સપાટીએ

અમદાવાદ, તા.૨૦  : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની સિઝનના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જુદા જુદા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માત્ર ૧૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૬૭૯ અને ટાઈફોઈડના ૨૬૦ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૧૧૪ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ,  ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૮ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૧૮૪ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૦ કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૧૮મી મે ૨૦૧૯ સુધીમાં ૫૩૩૪૩ લોહીનાઅમદાવાદ, તા.૨૦

અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની સિઝનના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જુદા જુદા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માત્ર ૧૮ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૬૭૯ અને ટાઈફોઈડના ૨૬૦ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૧૧૪ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ,  ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૧૮ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૧૮૪ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૦ કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૧૮મી મે ૨૦૧૯ સુધીમાં ૫૩૩૪૩ લોહીના

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ................................................. ૮૩૬૧

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૧૧૧૦

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૧૭

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો...... ૨૩૮૩

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૨૬૧૧૧

વહીવટી ચાર્જ.......................................... ૯૦૪૦૦૦

(9:16 pm IST)