Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

આણંદમાં રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય: અનેક મહિલાઓને શિકાર બનાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવાઈ

આણંદ:શહેર અને પંથકમાં છેલ્લાં કેટલાક સમયથી એકલદોકલ જતી મહિલાને રીક્ષામાં બેસાડીને જાણી જોઈને ભીડ કરી મહિલાના થેલામાંથી રોકડ, કિંમતી દાગીના કે પછી મહિલાએ ગળામાં પહેરેલો સોનાનો દોરો સીફતપુર્વક ચોરી કરી લેતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ દ્વારા કેટલીક મહિલાઓને શીકાર બનાવવામાં આવી હતી. પરંતુ હજી સુધી એક જ ફરિયાદ આણંદ રૂરલ પોલીસ મથકે દાખલ થવા પામી છે. જેને લઈને પોલીસની વિવિધ ટીમો દ્વારા સીએનજી રીક્ષામાં ફરતી આ ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનની આસપાસ કે પછી ચોકડી વિસ્તારમાં આ સીએનજી રીક્ષા લઈને શિકારની શોધમાં ટોળી ફરતી જ હોય છે. એકલદોકલ મહિલા દેખાય કે તુરંત જ તેણીને રીક્ષામાં બેસાડી લેવામાં આવે છે. રીક્ષામાં અગાઉથી જ તેમનો એક સાથી બેઠો હોય છે. જ્યારે બીજો સાથે ડ્રાયવર સાઈડે બેઠો હોય છે. મહિલા શિકાર હાથમાં આવે એટલે તેણીને રીક્ષામાં બેસાડી દઈને રીક્ષાને હંકારી મુકવામાં આવે છે. ત્યારબાદ થોડે દુર જઈને ડ્રાયવર આગળ પોલીસનું ચેકીંગ હશે, એટલે થોડીવાર તમે પાછળ બેસી જાવ. તેમ જણાવીને પેલા શખ્સને પણ પાછળ બેસાડી દઈને જાણી જોઈને ભીડ કરવામાં આવે છે. ત્યારબાદ સીફતપુર્વક મહિલાના થેલામાં મુકેલા સોના-ચાંદીના દાગીના કે પછી રોકડ રકમ અથવા તો મહિલાના ગળામાંથી સોનાનો દોરો, મંગળસુત્ર વગેરે સીફતપુર્વક ચોરી કરી લે છે. 

(6:10 pm IST)