Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મહેમદાવાદના માંકવા ગામે લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢેલ વરઘોડામાં ડીજેના ટેમ્પા નીચે 10 વર્ષીય બાળક આવી જતા ઘટનાસ્થળેજ પ્રાણ પંખેરું ઉડી ગયું

મહેમદાવાદ: તાલુકાના માકવા ગામે વિજયપુરા વિસ્તારમાં સોઢા પરીવારના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્નનો વરઘોડો નીકળવાનો હોઇ પરીવાર દ્વારા ડીજેના બે વાહનો બોલાવવામાં આવ્યા હતા. બપોરના સમયે ડીજે ચાલુ હોઇ આઇસર નં. જીજે-૭-વાયઝેડ-૧૦૩૨ અને જીજે-૦૧-એટી-૫૫૬૫ એકબીજાથી રીવર્સ સાઇડમાં ઉભા હતા. ડીજે વાગતુ હોઇ લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો મન મુકીને નાચી રહ્યા હતા. ત્યાંજ અચાનક એક ડીજેના ચાલકે પોતાનું વાહન રીવર્સ લેતા બે વાહનો વચ્ચે નાચી રહેલા જાનૈયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનામાં ૧૦ વર્ષીય દિનેશ ભરભાઇ સોઢા બંને વાહનોમાં મુકેલા સ્પિકરો વચ્ચે દબાઇ જતા તેના છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પરીણામે દિનેશનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટના અનુસંઘાને મહેમદાવાદ પોલીસે સ્થળ પર પહોચી બંને ડીજેના ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

(6:05 pm IST)