Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સુરતમાં સરકારના આદેશથી મનપા દ્વારા ઘર વિહોણા માટે શેલ્ટર ઉભું કરવામાં આવશે

સુરત: શહેરમાં સરકારના આદેશ બાદ મ્યુનિ. તંત્રએ ઘર વિહોણા માટે શેલ્ટર ઉભુ કરવા માટેની કામગીરી શરૂ કરી છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં ૧૦,૯૪૯ લોકો રસ્તા કે ફુટપાથ પર રહેતા હોવાના સર્વે રિપોર્ટ બાદ સિટીમાં ૨૮ શેલ્ટર શરૂ કરાયા છે. જેમાં સ્મીમેર હોસ્પીટલ નજીક બનાવેલું ૧૪૮ લોકો રહે તેવું સેન્ટર સુરતમાં જ નહીં પરંતુ ગુજરાતનું મોડલ બની રહ્યું છે. અહી આશરો લેનારા લોકોને રોજગારી પણ અપાય છે.

સુરત મ્યુનિ. તંત્રએ દીન દાળ અંત્યોંદય યોજના હેઠળ શહેરી આજીવીકા મિશન હેઠળ ઘર વિહોણા લોકોને માળખાગત સુવિધા આપવા માટેની કામગીરી શરૂ કરી છે. તંત્રએ સ્મીમેર હોસ્પીટલ નજીક ૧૪૮ લોકો રહી શકે તેવું શેલ્ટર બનાવ્યું છે તેમાં રસ્તા પર સમાજની મુખ્ય ધારાથી દુર થતાં લોકોને લાવીને તેમની સારવાર કરી મુખ્યધારામા ંલઈ જવાની કામગીરી થાય છે. સેન્ટરમાં યુસીડી વિભાગ દ્વારા રસ્તા પર દયનીય હાલતમાં રહેતાં લોકોને લાવવામા આવી રહ્યાં છે. આ શેલ્ટરમાંથી ૧૦૫ લોકોને આધાર કાર્ડ કાઢવવા સાથે, ૨૩ લોકોના બેન્ક એકાઉન્ટ, ૮ તરૂણીને આઈસીડીએસમાં જોડવામાં આવ્યા હતા. ૪ ગર્ભવતિ મહિલાઓને મમતા કાર્ડ બનાવી તેમાંથી બે મહિલાઓની ડિલેવરી પણ કરાવવામા ંઆવી હતી.  જ્યારે ૧૭ બાળકોને આંગણવાડીમાં તથા ૧૨  બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં એડમીશન પણ કરાવાયું છે.

(6:03 pm IST)