Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પાટણ જિલ્લામાં વાવાઝોડાની વિપરીત અસર વપરાઈ: ત્રણ ગાયોના મોતથી અરેરાટી

બનાસકાંઠા:પાટણ જિલ્લામાં શનિવારે સાંજે ચક્રવાત સાથે વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતું જેમાં પાલનપુર પંથકમાં તો વાવાઝોડા સાથે ના વારસાદે ભારે તબાહી સર્જાઇ હતી જેમાં ચિત્રાસણી પંથકમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને પાંચ વ્યક્તિ ઘાટલ થયા હતા આ કુદરતી આફતમાં ત્રણ ગાય ના મોત નિપજ્યા હતા જ્યારે અનેક મકાન ઢાળીના ના પતરા અને તબેલાઓના સેડ ઉડયા હતા તેમજ ખેતરોમાં ઉભેલા વાવેતર ને ભારે નુકસાન થતા લોકો બેહાલ બની જવા પામ્યા હતા જ્યારે પાટણ જિલ્લામાં પણ વાવાઝોડા ની વિપરીત અસર વર્તાઇ હતી સિધ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ થી અનેક મકાનોના પતરા ઉડયા હતા અને વૃક્ષો ધરાસાઇ થયા હતા.

(6:03 pm IST)