Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગાંધીનગરમાં એસ.ટી.ડેપામાં ગઠીયાઓનો આતંક: ત્રણ મહિલા મુસાફરોને નિશાન બનાવી સોનાના ચેઇન સહીત રોકડની ચોરી

ગાંધીનગર: શહેરમાં એસ.ટી. ડેપોમાં અવર જવર કરતાં મુસાફરો સુરક્ષિત ન હોય તેમ અવાર નવાર ગઠીયાઓનો શિકાર બને છે. ત્યારે છેલ્લા ઘણા ત્રણ દિવસમાં ત્રણ મુસાફરોને નિશાન બનાવીને પાકીટ, સોનાના દોરાની તેમજ રોકડ રકમની ચોરી કરીને પોલીસને પણ લપડાક મારી રહ્યાં છે. ત્યારે રવિવારે સવારના સમયે ભીડનો લાભ લઇને  સોનાનો દોરો, ઝાંઝર તેમજ રોકડ રકમ ભરેલું પર્સ ચોરીને પલાયન થઇ ગયા હતાં. આમ ડેપો ગઠીયાઓના હવાલે થઇ ગયો હોય તેમ મુસાફરો પણ ભોગ બની રહ્યાં છે.

રાજ્યના પાટનગરમાં આવેલાં માર્ગો તેમજ જાહેર વિસ્તારોને સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. ત્યારે બસની સુવિધા મેળવવા આવતાં મુસાફરો જ શહેરમાં અસુરક્ષિત થઇ ગયા હોય તેમ છેલ્લા ઘણા દિવસથી ગઠીયાઓનો ભોગ બની રહ્યાં છે. હાલમાં ઉનાળાના વેકેશનના દિવસો ચાલી રહ્યાં છે. ત્યારે એસ.ટી. ડેપોમાં મુસાફરોની અવર જવર પણ વધી જતી હોય છે. જેનો લાભ લઇને ગઠીયા ટોળકી સક્રીય થઇ હોય તેમ હાલમાં જે પ્રકારે મુસાફરોને નિશાન બનાવી રહ્યાં છે. 

(6:01 pm IST)