Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વડોદરાના મુજમહુડામાં બે મંદિરોને નિશાન બનાવી દાનપેટીની ઉઠાંતરી કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો

વડોદરા:મુજમહુડા વિસ્તારની એક સોસાયટીના મંદિરની તથા લક્ષ્મીપુરા રોડ હાઇટેન્શનના ટાવરની સામે આવેલા મંદિરોમાંથી દાનપેટીની રોકડ રકમની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગેની વિગત એવી છે કે, નવાયાર્ડ આશાપુરી સરકારી અનાજના ગોડાઉન પાસે ભંગારની ટ્રકમાં બેસીને ચોરીના રૃપિયાની ગણતરી કરતા આરોપી શાનેઆઝમ ઉર્ફે પીચકો સમસુલભાઇ પઠાણ (રહે. રોશનનગર નવાયાર્ડ)ને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી શાનેઆઝમે વીસ દિવસ પૂર્વે મુજમહુડા, શિવાજી સર્કલ નજીકની એક સોસાયટીના મંદિરની દાનપેટીમાંથી ૪૩૦ રૃપિયાની તેમજ લક્ષ્મીપુરા રોડ પરના એક મંદિરમાંથી મૂર્તિ પરના ઝુમ્મરની ચોરી કરી હતી.

(6:00 pm IST)