Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

વડોદરાના પતિએ પ્રથમ લગ્નના છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કરી લેતા પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરની યુવતીને અજમેરમાં લગ્ન કર્યા બાદ જાણ થઇ હતી કે પતિએ પ્રથમ લગ્ન બાદ છુટાછેડા લીધા નથી. યુવતીને પતિના જુઠ્ઠાણાની જાણ થયા બાદ પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા આખરે યુવતીએ પતિ સહિત અડધો ડઝન સાસરિયાઓ સામે ફરિયાદ નોધાવી  છે.

ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર સામે વી.બી.નગરમાં રહેતી ૨૮ વર્ષની રેણુંએ અગાઉ લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા હતાં. બે વર્ષ પહેલાં ઓળખીતા દ્વારા અજમેરમાં રહેતા શિવપ્રસાદ જગદીશ મહાવરે પણ પ્રથમ લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા છે તેવી જાણ થયા બાદ બંનેના પરિવારજનો ભેગા થયા હતા અને લગ્નનું નક્કી થતાં તા.૧૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રેણું અને શીવપ્રસાદે લગ્ન કર્યા હતાં.

(5:59 pm IST)
  • કચ્છના ક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘુસણખોરો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ : બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન આ ઘુષણખોરોને ઝડપી લીધા હતાઃ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ access_time 4:05 pm IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST

  • ઋષિકપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી:ન્યુયોર્કમાં ઈલાજ કરવા ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમના પત્ની નીતૂ કપૂર તેમનો સાથ આપી રહ્યા છે. ઋષિકપુરે ટ્વીટર પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેનો ફોટો શેર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, ધન્યવાદ તમારા પ્રેમ માટે access_time 1:35 am IST