Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગાંધીનગર નજીક પ્લોટ આપવાની લાલચ આપી ઠગોએ 1200 સભાપદો પાસેથી 120 કરોડની છેતરપિંડી આચરી

ગાંધીનગર:શહેર નજીક પુન્દ્રાસણ અને ધણપ ગામની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપના નામે વસાહત ઉભી કરવાની જાહેરાતો આપી ગાંધીનગરની ઠગ ટોળકીએ ૧ર૦૦ સભાસદો પાસેથી ૧ર૦ કરોડ રૃપિયાનું ઉઘરાણું કરીને કોઈને પણ પ્લોટ નહીં આપી છેતરપીંડી આચરી હતી. આખરે આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જેના પગલે પોલીસે છ વ્યક્તિઓ સામે છેતરપીંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી મુખ્ય એવા બે વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. છેલ્લા આઠ વર્ષથી પ્લોટ ફાળવવા માટે સભાસદો બનાવી આ કૌભાંડ ચાલી રહયું હતું. ૧ર૦૦ જેટલા સભાસદોના કરોડો રૃપિયા ડુબી જતાં હવે ભારે હોબાળો મચી ગયો છે.  

(6:09 pm IST)