Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગોધરા રેલવે સ્ટેશને અનોખો નજારોઃ ૧ વર્ષથી ગુમ કિશોરનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

પંચમહાલ :ગોધરા રેલવે સ્ટેશન પર ગઈકાલે અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વર્ષ થી ગુમ કિશોરનું ગોધરા ખાતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મિલન પાછળ રેલવે પોલીસનો મોટો ફાળો હતો. રેલવે પોલીસે કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદનો એક 9 વર્ષનો કિશોર એક વર્ષ પહેલા ગાયબ થયો હતો. તેને શોધવા માટે તેના માતાપિતાએ આકાશ-પાતાળ એક કર્યા હતા. પરંતુ તેમને દીકરાનો કોઈ સમાચાર મળ્યા હતા. પણ માતાપિતાએ દીકરીના મળવાની આશા છોડી હતી. ત્યારે એક વાયરલ મેસેજ દ્વારા તેમને ખુશીના સમાચાર મળ્યા હતા કે, તેમનો દીકરો ગોધરા રેલવે પોલીસ પાસે છે. માહિતી મળતી માતાપિતા પોતાના ખોવાયેલા દીકરાને મેળવવા માટે ગોધરા દોડી આવ્યા હતા.

રેલવે પોલીસને ગોધરા રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં એક કિશોર દેખાયો હતો. રેલવે RPF પોલીસે કિશોરની સધન પૂછ પરછ કરી હતી. કિશોર પાસેથી મળેલી માહિતી મેળવીને તેણે ફોટો સાથે માહિતી વોટ્સએપ ગ્રૂપમાં વાઈરલ કરી હતી. મેસેજ વાઈરલ થયા આણંદમાં રહેતા તેના માતાપિતા સુધી પહોંચ્યો હતો અને આમ, એક ખોવાયેલા દીકરાને શોધવામાં વોટ્સએપ મેસેજે મહત્વનો રોલ ભજવ્યો હતો. તો બીજી તરફ, એક વર્ષ બાદ પુત્ર સહી સલામત મળી આવતા માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. જેને કારણે ત્યા હાજર તમામ લોકોના આંખમાં આસું આવી ગયા હતા અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

(5:28 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • બિહારના પાલીગંજ અને આરામાં મતદાન દરમ્યાન હિસા :મતદાન અટકાવવામાં આવ્યુ: પાલીગંજમાં મતદાન દરમ્યાન બે જૂથ આમને-સામને: મતદાન કેન્દ્રમાં તોડફોડ access_time 1:34 am IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST