Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

મણિનગરમાં અબજી બાપાશ્રી વાતોની ૧૧૩ મી તથા શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૨ મી જયંતી ઉમંગભેર ઉજવાઈ

કચ્છમાં આચાર્ય સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં પણ આ પર્વ ઉજવાયું

શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ એટલે શ્રીજીસ્વયં મૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી.  સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આલોકમાં મનુષ્યરૂપે ૧૨૫ વર્ષ દર્શનદાન દેવાનો સંકલ્પ હતો. પરંતુ ૪૯ વર્ષ, ૨ માસ અને ૧ દિવસ મનુષ્યરૂપે દર્શન આપી અને અંતર્ધાન લીલા કરી. ૧૫ વર્ષની ડૂબકી મારી અને પુનઃ વૃષપુર – કચ્છમાં અબજીબાપાશ્રી  સ્વરૂપે પ્રગટ થયા. અનેકવિધ દિવ્ય ચરિત્રો કરી અબજોના આત્યંતિક કલ્યાણ કર્યા.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં “વચનામૃત” એ શિરમોડ ગ્રંથ છે. જેનું પ્રાગટ્ય સંતોના સાન્નિધ્યમાં થયું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખેથી. એજ રીતે જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીએ સંતો-ભક્તો પર અનરાધાર કૃપાવૃષ્ટિ કરી શ્રીજી મહારાજના દિવ્યામૃતનું પણ કરાવી સહજમાં સ્થિતિ કરાવી હતી. મૂર્તિસુખની લ્હાણી એવા “અબજી બાપાશ્રીની વાતો” ગ્રંથનું પ્રાગટ્ય સંવત ૧૯૬૨ના વૃષપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા વગેરેના પાવન સાન્નિધ્યમાં થયું હતું. આવામહાન ગ્રંથની ૧૧૩ મી જયંતી અને બીજું મહાન પર્વ શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત અને  અબજી બાપાશ્રીની વાતોનું સંકલન કરનાર  નીડર સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૨ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી સંતો-ભક્તોએ સાથે મળીને આનંદોલ્લાસભેર કરી હતી. જેમાં સલૂણી સંધ્યાએ સંતો-ભક્તોએ ભક્તિ સંધ્યા, જીવનપ્રાણ અબજી બાપાશ્રી તેમજ  સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનું મહિમાગાન, સંતવાણી, બાપાશ્રીની વાતોનું પૂજન,અર્ચન તેમજ અદ્બુત દર્શનનો લ્હાવો વગેરે અનેકવિધ કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું, અમદાવાદ શહેરમાં વસતા અસંખ્ય હરિભક્તોએ અણમોલો અવસરને માણ્યો હતો.

 

 

 

 

(2:14 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST

  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • ક્રુડ ઓઈલનો ખજાનો શોધવા નીકળેલ પાકિસ્તાનને ફટકો :700 કરોડ ખર્ચા બાદ મળ્યો ‘ઠેંગો’: પાકિસ્તાનને હેવ અરબ સાગરમાંથી ક્રુડ ઓઇલ ના મળવાથી વધુ એક ફટકો પડ્યો: કરાચી કોસ્ટ પાસે અરબ સાગરમાં ગેસ ભંડાર મળવાની ધારણાએ મોટા પાયે ખોદકામ કર્યું :કુવા ખોદ્યા તેમાંથી કોઇ ખનિજ ઈધણ હાંસલ થયું નથી. access_time 12:42 am IST