Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

પાલનપુરના આર.પી.એફ કોન્સટેબલ ૨૦,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

રેલવે ફાટકના વીજપોલને ડમ્પર રિવર્સ લેતા નુકશાન થતા ડમ્પર ચાલક પાસે ફરિયાદ દાખલ નહીં કરવા લાંચ માંગી હતી

પાલનપુર : પાલનપુર રેલ્વે વિભાગમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેના કપચી ભરેલા ડમ્પરથી મોટા રેલ્વે ફાટકના વીજ પોલને ડમ્પર રીવર્સ લેતા થોડુ નુકશાન પહોચાડયું હતું. જે બાબતે પાલનપુરના આર.પી.એફ કોન્સટેબલ શબ્બીરઅલી અકબર અલી મેઠાએ તેનો સંપર્ક કરી તમારી ઉપર ફરીયાદ દાખલ થશે અને ફરીયાદ ના દાખલ કરાવવી હોય તો તમારે વ્યવહાર કરવો પડશે એમ કહી રૂપીયા ૫૦,૦૦૦ની માંગણી કરી હતી.જે રકઝક કરતાં રૂપીયા ૨૦,૦૦૦ આપવાનુ નકકી કર્યું હતું.

   ડમ્પર ચાલકે પાલનપુર એસીબીનો સંપર્ક કરતાં ભુજ બોર્ડર એકમ એ.સી.બી.ના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શનમાં બનાસકાંઠા એ.સી.બીના પોલીસ ઈન્સ્પેકટર કે.જે.પટેલે તેમના સ્ટાફ સાથે પાલનપુરની અમનપાર્ક સોસાયટીમા છટકુ ગોઠવી કોન્સટેબલ શબ્બીરઅલીને રુ.૨૦,૦૦૦ની લાંચ સ્વીકારાતા રંગે હાથ ઝડપી લીધા હતા.

(11:53 am IST)