Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ગુજરાતમાં ભાજપને ૨૩ બેઠક મળવા માટે અંદાજ

તમામ ૨૬ સીટો મળશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દાવો કરાયો : કોંગ્રેસ પાર્ટી કેટલાક ગાબડાઓ પાડે તેવી પણ સંભાવના

અમદાવાદ, તા. ૧૯ : લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને તમામ સીટો મળશે તેવા દાવા ખોટા દેખાઈ રહ્યા છે. ટાઈમ્સનાઉ-વીએમઆરના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટી તમામ સીટો હાંસલ કરવામાં અસમર્થ રહેશે. ગુજરાતમાં ૨૬ પૈકી ભાજપને ૨૩ની આસપાસ મળી શકે છે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો મળી શકે છે. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી તમામ ૨૬ સીટો જીતશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાના કારણે જ ભારતીય જનતા પાર્ટી જોરદાર સપાટો બોલવવા જઈ રહી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોએ નરેન્દ્ર મોદીની તરફેણમાં ઉંચુ મતદાન કર્યું છે. તેમની વિકાસ યોજનાઓને પસંદ કરી છે. ફરી એકવાર મોદી સરકારને લઇને મતદારો પહેલાથી જ તૈયાર હતા. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને પ્રમાણમાં ઓછુ મતદાન રહ્યું હતું છતાં મતદાન બાદ જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાતમાં શાનદાર દેખાવ કરવાની આશા વ્યક્ત કરી હતી. કારણ કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વાપસી કરીને ભાજપ સામે મોટી મુશ્કેલી ઉભી કરી હતી. કોંગ્રેસના શાનદાર દેખાવના લીધે જ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ સીટ જીતી શકી હતી જેથી લોકસભાની ચૂંટણીમાં પણ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી. જો કે, કોંગ્રેસ પાર્ટીના લોકો માની રહ્યા છે કે, કોંગ્રેસ સારી ટક્કર આપશ

(9:46 pm IST)
  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • રાજકોટમાં આવતીકાલથી યલો એલર્ટ જાહેર : હવામાન ખાતાના વેધર ડેટા એનાલીસ્ટની આગાહી મુજબ આવતીકાલે ૨૧મીના રોજ યલો એલર્ટ (૪૧ ડીગ્રી ઉપર) રહેશે. access_time 4:01 pm IST

  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST