Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ખેડબ્રહ્મા-હડાદ હાઇવે પર અકસ્માત :કાર ડિવાઈડર સાથે અથડાતા એક મહિલા અને બાળકીનું કરૂણમોત:પાંચ ઘાયલ

અમદાવાદના ઓઢવમાં રહેતો પરિવાર અંબાજી દર્શન કરી પરત ફરતો હતો ત્યારે મચકોડા નજીક અકસ્માત

અરવલ્લીઃ ખેડબ્રહ્મા હડાદ હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

   મળતી વિગત મુજબ  અંબાજીથી હડાદ માર્ગ પર મચકોડા ગામ પાસે એક વેનઆર કાર ડિવાઈડર સાથે ભટકાતા અમદાવાનદના ઓઢવ ખાતેના બે વ્યક્તિના મોત થયા છે. આ મૃતકોમાં એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. 5 લોકો ઘાયલ છે. જેમને વધુ સારવાર માટે પાલનપુર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા છે.

   જાણવા મળ્યા મુજબ આ પરિવાર અંબાજી મંદિરમાં દર્શન કરી પરત જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો છે અને ચાલુ કારમાં સ્ટિયરિંગ લોક થવાથી અકસ્માત થયો છે. જોકે વધુ સચોટ માહિતી પોલીસની તપાસમાં જ બહાર આવશે.

(6:29 pm IST)