Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

તાપીના વાંકલા ગામે મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

વાપી : સામાન્ય ઝઘડામાં તાપીના વાંકલા ગામે મિત્રએ મિત્રનું ખુન કરી નાખવામાં આવ્યું છે. અશોક નામના આરોપીએ ગોવિંદભાઇ ગામિત નામા તેમના મિત્રને સામાન્ય બોલાચાલી બાદ ગાળાગાળી થતા ઉશ્કેરાઇને ગોવિંદભાઇના માથામાં લાકડીના ઘા મારતા ગંભીર ઇજાએ કારણે મોત નિપજયું છે.

ઘટનાની જાણ થતા આરોપીને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:02 pm IST)