Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

અમદાવાદમાં ઘરકંકાસે મોટું સ્વરૂપ પકડ્યું :પતિ-પત્ની અને સાસુની છૂટાહાથે મારામારી:ઘટના CCTVમાં કેદ

અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરકંકાસે મોટુંસ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં પતિ-પત્ની અને સાસુ વચ્ચે ઘરકંકાસમાં માથાકૂટ સર્જાઈ અને માથાકૂટે થોડીવારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. પતિ, પત્ની અને સાસુ વચ્ચે મારામારી થઈ. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી .

    મળતી માહિતી મુજબ મેઘાણીનગરના બંગલા એરિયામાં એક મહિલા સાથે તેનો પતિ અને ઘરના વારંવાર મારામારી કરતા હતાં. મહિલા સાથે અગાઉ પણ રીતે મારામારી થતી હતી. જેના પગલે મહિલાએ ફરિયાદ કરવાની જરૂર પડી છે.

   મહિલાનું કહેવું છે કે પહેલા તો ઘરકંકાસમાં સામાન્ય તકરાર થતી હતી પરંતુ હવે તેની હદ આવી ગઈ છે.

CCTVમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે પતિ પત્નીને વાળ પકડીને ઢસડી રહ્યો છે. જેમાં પતિ પત્નીને મારતો રહે છે અને તેનો દીકરો માતાને માર ખાતા જોઈને ચોધાર આંસુએ રડી રહ્યો છે.    મારામારીને પગલે પત્નીએ પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદન નોંધાયા બાદ મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:19 am IST)