Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

સુરતના ઉધના રેલવે સ્‍ટેશનમાં મેમુ ગાડીના કોચમાં આગ લાગતા દોડધામઃ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી

સુરતઃ સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આજે મેમુ ગાડીનાં કોચમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે પેસેન્જરોમાં ભારે દોડધામ મચી હતી. યાર્ડમાં ઉભેલી મેમુનાં કોચમાં આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. જોકે હાલમાં આગની ઘટનામાં કોઈ જાનહાનીના કોઇ અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે પણ હજી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલી રહી છે.

(6:32 pm IST)