Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

અંકલેશ્વરના કાપોદ્રા-ભરકોદ્રા રોડ ઉપર ખેતરમાં દહેજની ફાર્મા કંપનીના સ્‍ટીકર લાગેલા મેડીકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા શખ્સો ફેંકી ગયા

અંકલેશ્વરઃ અંકલેશ્વર નજીક ખેતરમાં ૪૦ જેટલી બેગ ભરીને મેડિકલ વેસ્ટનો જથ્થો કોઇ શખ્‍સો ઠાલવી દેતા ભારે ચર્ચા જાગી છે.

અંકલેશ્વરનાં કાપોદ્રા-ભરકોદ્રા રોડ પર ખેતરમાં કેમિકલ અને મેડીકલ વેસ્ટનો જથ્થો ઠલવાતાં સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. ખાનગી ખેતરમાં રાત્રીના સમયે અજાણ્યા શખ્સો 40 થી વધુ બેગ ઠાલવી ગયા હતા. ખેડૂતો દ્વારા જીપીસીબીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકની બેગ ઉપર દહેજની ફાર્મા કંપનીનાં સ્ટીકર લાગેલા હોવાનું સામે આવ્યું હતું. જેકે સત્તાવાર રીતે એજ કંપનીનો વેસ્ટ છે કે કેમ તે અંગે જીપીસીબીનાં તપાસ રિપોર્ટ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

અંકલેશ્વરના ભડકોદ્ર ગામમાં રહેતા કિરણ ધનસુખ પટેલનું ખેતર કાપોદ્રા રોડ પર આવેલું છે. જ્યાં ગતરોજ સાંજના સમયે કોઈ અજણ્યા તેમજ હોસ્પિટલ કે કંપની વેસ્ટનો નિકલ કરતા તત્વો દ્વારા 40 થી વધુ બેગમાં ખેતરમાં મેડીકલ વેસ્ટ તેમજ કેમિકલ વેસ્ટનો મોટો જથ્થો ખાલી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે ખેડૂત કિરણ પટેલને જાણ થતા તેઓએ અંકલેશ્વર જીપીસીબીમાં આ બાબતની જાણ કરી હતી. કિરણ પટેલએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આ વિસ્તારમાં જાહેરમાં વેસ્ટ કચરાનો નિકાલ કરાયો છે. જેને લઇ આમારા ખેતરની જમીન અને ઉભા પાકને નુકશાન થાય છે. આવો વેસ્ટ ઠાલવતા તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમાંરી માગં છે. ઘટના અંગે જીપીસીબી જાણ કરી છે.

(6:30 pm IST)