Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

દાદરા નગર હવેલીના મસાટ ગામમાંથી દિવ્યાંગ યુવતિને ભોળવી દુષ્‍કર્મઃ મુળ યુ.પી.નો ગિરીશ શર્મા નડિયાદથી ઝડપાયો

દાદરા નગર હવેલીઃ દાદરા નગર હવેલીના મસાટ ગામના અશોકભાઈની ચાલમાં રહેતો મૂળ નિવાસી યુપીનો ગિરીશ રવિપ્રકાશ શર્મા ઉ.વ.26 જે ડ્રાયવિંગનું કામ કરતો હતો એ મોરખલની એક થોડી મંદબુધ્ધિ યુવતી ઉંમર વર્ષ 30 ને ભોળવી કોઈ સાધનમાં બેસાડી સેલવાસથી ખાનવેલની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યા ગિરીશે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીને પરત સેલવાસ તરફ લાવતી વખતે એની તબિયત બગડતા યુવતીને રખોલી નજીક ઉતારી આરોપી ગિરીશ ફરાર થઇ ગયો હતો. કેટલાક લોકોએ યુવતી લોહીથી ખરડાયેલી જોતા 108 ને ફોન કરી સારવાર માટે સેલવાસ સિવિલ ખાતે ખસેડી હતી. જ્યા તબીબો દ્વારા તપાસ કરતા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરાઈ હતી પોલીસે તુરંત FIR No. 125/2018 IPC 376, 507 ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે યુવતીની સાથે વાતચીત કરી જાણકારી મેળવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જોકે યુવતીને આરોપીનું નામ શુઘ્ધા ખબર ન હતું જે હોટલમાં યુવતીને લઇ ગયો હતો ત્યાંથી મળેલી વિગતના આધારે શોધખોળ કરી આરોપી ગિરીશ શર્માને પોલીસની એક ટીમે નડિયાદ નજીકથી ઝડપી પાડયો હતો. જેને સેલવાસ લાવી મેડિકલ ચેકઅપ કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

(6:29 pm IST)