Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

અમદાવાદની ૧૩૮ વર્ષ જૂની ખારીકટ કેનાલ ઉપર ૨૧ કિ.મી. લાંબો સિક્સ લેન રોડ બનાવાશેઃ રાજ્ય સરકાર દ્વારા મંજૂરીઃ રૂપિયા ૪પ૧ કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ૧૩૮ વર્ષ જૂની ખારીકટ કેનાલ ઉપર સિક્સ લેન રોડ બનાવવામાં આવશે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

રાજ્ય સરકારે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રુ. 451 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના રીડેવલોપમેન્ટ માટેના કામની મંજૂરી આપી દીધી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી કેનાલમાં છોડવાાં આવતા ગેરકાયદે ગટરના પાણી, કચરાની સમસ્યાનો નિકાલ આવશે. તેમજ ખારીકટ કેનાલની આસપાસ આવેલ ઇન્ડ્સ્ટ્રીયલ વિસ્તારના ટ્રાફીકને પણ આ રોડ મદદરુપ થશે અને ટ્રાફિકની ભારે સમસ્યાને હળવી બનાવશે. તેમજ વડોદરા એક્સપ્રેસ વે તરફના રોડ પર પણ ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવામાં મદદરુપ બનશે.

એક ઉચ્ચ સરકારી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટ માટે પહેલા ફેઝમાં કેનાલના રીડેવોલોપમેન્ટની કોસ્ટ રુ. 346 કરોડ આવશે. જે નરોડાથી એક્સપ્રેસ વે સુધીનો વિસ્તાર આવરી લે છે. ત્યારબાદ રુ.105 કરોડનો ખર્ચ એક્સપ્રસ વેથી રીંગ રોડ તરફના રોડ પર કરવામાં આવશે. પ્રોજેક્ટને ચોમાસા બાદ શરુ કરવામાં આવે તેવી શક્યતા વધુ જોવાઈ રહી છે.

આ નવા પ્રોજેક્ટ સાથે આ પહેલાનો પ્લાન કે જેમાં કેનાલની બંને તરફ લોકો માટે વેહિકલ ફ્રી અને પગે ચાલતા લોકો માં વોક વે બનાવવાનનો હતો તેને પડતો મુકવામાં આવ્યો છે. આ પહેલા રુ. 65 કરોડના ખર્ચે કેનાલને રીપેર કરી તેની બંને તરફ 8 મોટા પાર્ક અને ગાર્ડન બનાવવાનો હતો. જે અંગેના પાઇલોટ તબક્કાના પ્રાથમિક બાગનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2010માં કર્યો હતો.

આ પહેલા 2011-12માં પ્રોજેક્ટ માટે બજેટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાંથી 15 પ્રોજેક્ટ ગેલેરીઝ, 40 બ્રિજને અપગ્રેડ કરવાનું અને 40 જેટલી જગ્યાએ મિનિ વોટર ફોલ અને ફૂવારા, જોગર્સ પાર્ક અને 1500 જેટલા કળાકૃત લાઇટિંગ થાંભલા લગાવવાના હતા. જોકે આ પૈકી એકપણ વસ્તુ હજુ સુધી હકીકતમાં બની નથી.

હવે જ્યારે 8 વર્ષ બાદ ઉચ્ચ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ 6 લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમને આશા છે કે આ પ્રોજેક્ટથી સરદાર પટેલ રીંગ રોડ અને નેશનલ હાઈવે 8 પર ટ્રાફિક ઓછો થશે. જ્યારે અધિકારીઓને બીજી આશા એ છે કે રોડ બની ગયા બાદ કેનાલને તેની નીચે અન્ડરગ્રાઉન્ડ કરવાથી તેમાં નાખવામાં આવતા ગેરકાયદેસર કચરો અને છોડવામાં આવતા ગટરના પાણીની સમસ્યા દૂર થશે.

જે બાદ સાફ કરવામાં આવે નવી કેનાલ એક ડક્ટ બની જશે જે ઇરિગેશન માટે મોટા પ્રમાણમાં નર્મદાના નીરને લઈને જશે. હાલ તો આસપાસના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ચોરીછૂપે છોડવામાં આવતા ઝેરી ગટરના પાણીના કારણે કેનાલની આસપાના વિસ્તારમાં ખેતી સંપૂર્ણ પણે નાશ પામી છે.

(6:25 pm IST)