Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દાણીલીમડાની મહિલાનું રીક્ષામાં બેસાડી અપહરણ કરીને ડ્રગ્સ પીવડાવી ત્રણ હેવાનોએ સામૂહિક દુષ્કર્મ આચરતા મોત

મહિલાના શરીરને એક હવસખોર પિંખતો રહ્યો બીજો મોબાઈલમાં વિડીયો ઉતારતો: ત્રણેય નરાધમોની ધરપકડ

અમદાવાદ : શહેરમાં દાણીલીમડામાં રહેતી મહિલાને રીક્ષામાં બેસાડી ત્રણ શખ્સોએ અપહરણ કરીને જબરદસ્તી કરી ડ્રગ્સ પીવડાવીને સામૃહિક દુષ્કર્મ આચર્યું હતુ. જો કે મહિલાથી આ હેવાનોની હેવાનીયત સહન ન થતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. બીજી બાજુ ક્રાઈમબ્રાંચને ઘટનાની જાણ થતા ત્રણેય હેવાનોને પકડીને દાણીલીમડા પોલીસને સોંપ્યા હતા. પોલીસે સામુહિક દુષ્કર્મ તથા હત્યા સહીતનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

મુળ નેપાળના અને હાલ દાણીલીમડામાં મહિલા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. મહિલા અને તેનો પતિ મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન એક દિવસ પતિ મજુરી કામે જતો રહ્યો હતો. બાદમાં મહિલા તેના બંન્ને બાળકોને પાડોશીના ત્યાં મુકીને મજુરી કામે જવા માટે ચાલતી ચાલતી ચંડોળા તળાવ પાસે પહોંચી હતી ત્યાર બાદ રીક્ષાની રાહ જોતી હતી દરમિયાન એક રીક્ષામાં રાજુ સોલંકી, ઈમરાન અને સકીલ નામના ત્રણ શખ્સો રીક્ષામાં બેસીને આવ્યા હતા અને મહિલાને તે રીક્ષામાં બેસાડી હતી. બાદમાં મહિલા સાથે રીક્ષાની અંદર જ જબરદસ્તી કરીને ડ્રગ્સની ચાર ગોળી પીવડાવી હતી. જેથી મહિલા સાથે શું થઈ રહ્યુ છે તેની જાણ થઈ ન હતી તે નશામાં હતી.

ત્યારે આ ત્રણેય હેવાનો મહિલાને દાણીલીમડાના એક મકાનમાં લઈ ગયા હતા. બાદમાં આ ત્રણેયે મહિલા સાથે દુષ્કર્મ કર્યુ હતુ. બાદમાં મહિલાને હોશ આવ્યો ત્યારે મહિલાના ગુપ્તભાગમાં દુખાવો થતો હતો. બીજી બાજુ આ ત્રણેય હેવાનોએ મહિલા સાથે ફરી દુષ્કર્મ કર્યુ હતુ. જેથી મહિલા બુમો પાડવા લાગી હતી જો કે આ ત્રણેય હેવાનોએ મહિલાના મોઢામાં રૂમાલનો ઢુચો નાખી દીધો અને તેને બાંધી દીધી હતી. જો કે બીજી બાજુ આ ત્રણેય હેવાનોની હેવાનિયત સહન ના થતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ આ ત્રણેય હેવાનોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ત્યાંજ મુકીને ફરાર થઈ ગયા હતા.

બીજી બાજુ ક્રાઈમ બ્રાંચની ટીમને ઘટનાની જાણ થતા થતા તેમણે રાજુ સોલંકી ઝડપી પાડ્યો હતો. બાદમાં પુછપરછ કરતા રાજુએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો જો કે રાજુ સોલંકી અનેક વખત પોલીસના હાથે ઝડપાયો છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઈમરાન અને સકીલ એમ ત્રણેયની ધરપકડ કરીને દાણીલીમડા પોલીસને સોંપ્યા હતા. જો કે ત્યાં સુધી તો દાણીલમડા પોલીસને આ ઘટનાની જાણ પણ ન હતી. બાદમાં પોલીસે રાજુ, ઈમરાન અને સકીલના વિરુદ્ધમાં હત્યા તથા દુષ્કર્મ સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 

મેડીકલમાંથી ડ્રગ્સ લાવ્યા બાદ મહિલાને ડ્રગ્સ આપીને નશાની હાલતમાં મહિલાને નિવસ્ત્ર કરીને વારા ફરથી રાજુ,ઈમરાન અને શકીલ ત્રણેયે દુષ્કર્મ કર્યુ હતુ. તે સમયે એક હવસખોર મહિલાના શરીરને પિંખતો હતો ત્યારે બીજો હવસખોર મોબાઈલમાં વિડિયો ઉતારતો હતો. ડ્રગ્સના નશામાં મહિલા સાથે આખી રાત આ હવસખોરોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જો કે મહિલાને ભાન આવતા બચાવ માટે બુમો પાડી ત્યારે આ હવસખોરોએ મોઢામાં ડૂચો મારીને મહિલાના શરીરને પિંખતા રહ્યા હતા. જેથી મહિલાનું દમ ઘુટવા લાગ્યુ અને તેનુ મોત નિપજ્યુ હતુ.

(10:07 pm IST)
  • તેલંગણાના મુખ્યમંત્રીને કોરોના વળગ્યો : તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને કોરોના પોઝિટિવ આવતા હાલમાં આઇસોલેશનમાં ડૉક્ટરોની નજર હેઠળ, પોતાના ફાર્મહાઉસમાં સારવાર લઈ રહ્યા છે. access_time 9:57 pm IST

  • દેશના ૧૦ રાજ્યોમાં ૧૦ હજારથી માંડીને ૫૮ હજાર નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૫૮ હજાર કેસ: યુપીમાં ૨૮,૦૦૦: દિલ્હીમાં ૨૩ હજાર: કર્ણાટકમાં ૧૫૦૦૦ તેમાંથી એકલા બેંગ્લોરમાં ૯,૬૦૦ કેસ: એમપીમાં બાર હજાર: રાજસ્થાન ૧૧૦૦૦: ગુજરાત ૧૧ હજાર અને તામિલનાડુ દસ હજાર નવા કેસો: મહારાષ્ટ્રના પુણેમાં ૯૫૦૦: મુંબઈમાં ૭૩૦૦: નાગપુર ૬૭૦૦ નવા કોરોના કેસ: જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના અમદાવાદમાં ૪૨૦૭, સુરતમાં ૧૮૭૯, રાજકોટમાં ૬૬૩, ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ૧૦૦ મોટરની લાઈનો લાગી છે અને વડોદરા ૪૨૬ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:06 pm IST

  • ૧લી જુલાઈથી લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગારમાં મોટો વધારો થશે : ૭મા પગારપંચ હેઠળ ૧લી જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધીને આવશે : ૨૮ મોંઘવારી ભથ્થુ મળશે તેવુ જાણવા મળશે : જુલાઈ મહિનામાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થુ હાલના ૧૭ થી વધીને ૨૮ મળશે તેવું જાણવા મળે છે access_time 3:24 pm IST