Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દુકાન માલિક વેપારીને ૨૭ હજારનું વળતર ચૂકવશે

ફોનની બેટરી ફાટતાં વેપારી ઈજાગ્રસ્ત થયો હતો : યુવકે ૨૦૧૬માં વરાછા રોડ પર આવેલી હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી ઓપ્પો કંપનીનો ફોન ખરીદ્યો હતો

અમદાવાદ,તા.૨૦ : કન્ઝ્યૂમર કોર્ટે સુરતમાં આવેલી મોબાઈલની દુકાનના માલિકને એક વેપારીને ૨૭ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેમને, પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઈલની બેટરી ફાટતાં સાથળ પર ઈજા પહોંચી હતી. ૩૬ વર્ષના હિમાંશુ પટેલે જુન ૨૦૧૬માં વરાછા રોડ પર આવેલી હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી ઓપ્પો કંપનીનો ફોન ખરીદ્યો હતો. ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૮ના દિવસે સાંજે ફોનની બેટરી ફાટી હતી. પટેલે મોબાઈલ તેમના પેન્ટના ડાબા ખિસ્સાની અંદર રાખ્યો હતો.

જેના કારણે તેમને સાથળ પર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પટેલે કન્સલ્ટન્સી ચાર્જ પેટે ડોક્ટરને ૭૦૦ રૂપિયા, ડ્રેસિંગના હજાર રૂપિયા અને હજાર રૂપિયા દવાના ચૂકવ્યા હતા. તેમણે ડીલર સામે દાવો માંડ્યો હતો અને ધંધામાં થયેલા નુકસાન સહિતના નુકસાન માટે લાખ રૂપિયાના વળતરની માગ કરી હતી કારણ કે, ઘણા દિવસો સુધી તેમને કામ બંધ રાખવું પડ્યું હતું. તેમણે સુરતની ગ્રાહક વિવાદ નિવારણ આયોગ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો. આયોગે દુકાનના માલિકને નોટિસ ફટકારી હતી, પરંતુ તે હાજર રહ્યો નહોતો.

જેના પગલે કેસની ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીએ ડો. .એલ. સવાણી દ્વારા આપવામાં આવેલું સર્ટિફિરેટ રજૂ કર્યું હતું, જેમાં બેટરી ફાટવાના કારણે ઈજા પહોંચી હતી તેવો ઉલ્લેખ કરાયો હતો. પટેલ તરફથી દલીલો સાંભળ્યા બાદ કન્ઝ્યૂમર કોર્ટે કહ્યું હતું કે, ઉત્પાદનમાં ખામી અંગે કોઈ ફરિયાદ નથી કારણ કે બેટરી બ્લાસ્ટ થઈ તેના પહેલા બેથી વધુ વર્ષ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોબાઈલની બેટરી અને ચાર્જર માટે મહિનાની ગેરેંટી હતી.

જો કે, તે હકીકત પણ હતી કે ઈજા બેટરી ફાટવાના કારણે પહોંચી હતી. વધુમાં, ડીલર તરફથી કોઈ દલીલ કરવામાં આવતાં ફરિયાદીનો દાવો યથાવત્ રહ્યો હતો. તેથી, આયોગે જણાવ્યું હતું કે મોબાઈલમાં કોઈ ખામી હતી અને તેથી પટેલની મેડિકલ સારવાર માટે હજાર અને તેમને જે મુશ્કેલી પડી તે માટે ૨૦ હજાર રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. રકમ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ અપાયો હતો.

(9:00 pm IST)
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને દરરોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે : જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતને રોજ ૪૦૦ ટન ઓક્સિજન પૂરો પાડશે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શ્રી ધનરાજ પરિમલભાઈ નથવાણીઍ તેમના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને જણાવ્યુ છે : કોરોના મહામારીમાં આ મોટા આર્શીવાદરૂપ સમાચાર છે access_time 2:50 pm IST

  • કોરોનાના વધતા કહેરને લઈ યુજીસી નેટની (UGC Net May Exam 2021) પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું, અત્યારના કોરોનાકાળ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષા અધિકારીઓની સુરક્ષા તથા કલ્યાણને ધ્યાનમાં રાખી મેં ડગ NTA ને યુજીસી નેટ ડિસેમ્બર સાયકલની પરીક્ષા સ્થગિત કરવાની સલાહ આપી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. access_time 9:43 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST