Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

માસ્ક નહી પહેરો તો પોલીસ છોડશે નહી:બીજી લહેરમાં કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાએ માસ્ક મામલે કડક વલણ અપનાવવા આપ્યો નિર્દેશ

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ 'અકિલા'સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોનાને અટકાવવા માસ્કનો મહત્વનો રોલ છે. હાલ કોરોનાનો વિસ્ફોટ થયો છે. ત્યારે તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું જોઇએ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. બ્રેક ધ ચેઇન માટે દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન શરૂ કરાયું છે. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાના પુરતા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ત્યારે હાલ માસ્ક જ તેનો ઉપાય હોય પોલીસ દ્વારા માસ્કનું ચેકિંગ વધુ કડક રીતે થઇ રહ્યું છે.
વલસાડ જિલ્લા પોલીસ વડાએ અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, કોરોનાને અટકાવવા માસ્કનો મહત્વનો રોલ છે. હાલ કોરોનાનો વિસ્ફોટ થયો છે. ત્યારે તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું જોઇએ. માસ્ક માટે જિલ્લાની તમામ પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. જો, કોઇ માસ્ક ન પહેરે તો પોલીસ દ્વારા તેમને દંડ ફટકારવામાં કોઇ કસર છોડાશે નહી. જેના માટે જન હિતમાં અને પોતાના હિતમાં માસ્ક પહેરવા તેમણે લોકોને અપીલ કરી છે.

(7:35 pm IST)