Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોનાગ્રસ્ત પોલીસકર્મીની જાતે ખબર લેતાં જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલા ----વલસાડમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે તેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સંક્રમિત થયા છે. આવા પોલીસકર્મીઓને બનતી મદદ માટે જિલ્લા પોલીસવડા ડો. રાજદિપસિંહ ઝાલા જાતે કાર્યરત બન્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. આવા સમયે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રાજદિપસિંહ ઝાલા જાતે તેમની ખબર અંતર પુછી રહ્યા છે. તેમજ તેમના પરિવારજનો સાથે પણ વાત કરી તેમને સાંત્વના આપી રહ્યા છે. વલસાડ જિલ્લાના પોલીસવડા તેમની કામગીરીમાં કડક છબી ધરાવે છે, પરંતુ તેમના માનવતાવાદી સ્વભાવની ગુજરાતમાં મિસાલ અપાઇ રહી છે. હાલ વલસાડમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે તેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સંક્રમિત થયા છે. આવા પોલીસકર્મીઓને બનતી મદદ માટે જિલ્લા પોલીસવડા ડો. રાજદિપસિંહ ઝાલા જાતે કાર્યરત બન્યા છે. તેઓ પોતાના અધિકારીઓને આદેશ આપી નહી, પરંતુ જાતે તેમના પરિવારજનો સાથે વાત કરી તેમને સાંત્વના આપી રહ્યા છે. તેમજ બનતી મદદ કરી રહ્યા છે. જેમના આ વલણને લઇ પોલીસ બેડામાં એક અનોખી ભાવના જન્મી છે.
અનેક અપહરણકારોની ગેંગને જૈર કરનારા ડીએસપી રાજદિપસિંહ ઝાલા ખુબ લાગણીશીલ હ્રદય ધરાવે છે. વલસાડમાં દિવાળી ટાણે ગરીબ બાળકોને ફટાકડા અને મિઠાઇ વહેંચવા જેવું અભિયાન તેમણે વલસાડ જિલ્લામાં શરૂ કરાવ્યું હતુ. ત્યારબાદ તાજેતરમાં જ પારડીમાં એક બાળકી ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. જેને યોગ્ય સારવાર અપાવવાનું કામ પણ તેમણે કર્યું હતુ. એટલું જ નહી, તેઓ સતત જાતે બાળકીને મળવા હોસ્પિટલમાં જતા હતા. જેમના આ માનવતાવાદી વલણને લઇ જિલ્લા પોલીસના કર્મચારીઓ પણ માનવતાવાદી બન્યા છે

(7:34 pm IST)