Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા યાત્રિકોએ ફરજીયાત RTPCR રિપોર્ટ બતાવવો પડશેઃ રેલ્વે

નેગેટીવ રિપોર્ટ હશે તો જ એન્ટ્રી, રેલ્વે સ્ટેશનમાં માસ્ક નહિ પહેરનારને ૫૦૦રૂ.નો દંડ

રાજકોટ,તા.૨૦: કોવિડની મહામારીના પગલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્દેશ જારી કરાયો છે કે ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જતાં યાત્રિકોએ ગંતવ્ય સ્ટેશન પહેલા ૪૮ કલાક પહેલાનો આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત બતાવવો પડશે. પ્રવાસ દરમ્યાન માકસ્ પહેરવું ફરજીયાત રહેશે. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. યાત્રિકોનું સ્ટેશન ઉપર ટેસ્ટ, ચેકઅપ પણ કરવામાં અવાશે. રાજકોટ ડિવીઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર ભારતીય રેલ્વે દ્વારા કોરોના સંક્રમણ રોકવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.  રેલ્વે સ્ટેશનમાં માસ્ક નહી પહેરનારને રૂ.૫૦૦નો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ છ મહિના સુધી લાગુ રહેશે. કોવિડ-૧૯ મહામારી સંબંધીત તમામ નિયમોનું પાલન કરવા અંતમાં જણાવાયું છે.

(4:10 pm IST)