Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગુજરાતમાં ફોસ્ટાએ ૭ દિવસના લોકડાઉન માટે CMને પત્ર લખ્યો ડોકટર્સ કહે છે 'હેલ્થ સિસ્ટમને ફરી ઊભી કરવા આ નિર્ણય જરૂરી'

રાજકોટઃ ગુજરાતમાં ફોસ્ટાએ ૭ દિવસના લોકડાઉન માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. લોકડાઉનની સખત જરૂરિયાત છે. લોકડાઉન કરવાથી બે ફાયદા થશે એક તો કેસની સંખ્યામાં જે વધારો થયો છે તે ઓછા થશે અને બીજુ કે હેલ્થ સિસ્ટમને ફરી ઉભી થવાનો મોકો મળશે. કારણ કે હાલ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના લોકો ખૂબ જ બર્ડન સાથે કામ કરી રહ્યા છે. જેથી લોકડાઉન ખૂબ જ જરૂરી છે.

(4:10 pm IST)
  • અરવિંદ કેજરીવાલના પત્નિને કોરોના : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનિતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે : અરવિંદ કેજરીવાલ પણ કવોરન્ટાઈ થયા access_time 2:32 pm IST

  • છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 1,45,000 થી વધુ લોકોએ કોરોનાનો મહાત કર્યો : જ્યારે 2,71,000 થી વધુ નવા કેસ અને 1780 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા છે : રાત્રે 10.15 વાગ્યાની સ્થિતિએ હજુ 6 રાજ્યોના છેલ્લા 24 કલાકના નવા કેસ રિપોર્ટ કરવાના બાકી છે. access_time 10:59 pm IST

  • દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં ગતરાત્રે 10 વાગ્યાથી 1 સપ્તાહના લોકડાઉનની ઘોષણા પછી રાત્રે આનંદ વિહાર બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતીય કામદારો, બીકના માર્યા પોતાના વતન જવા ઉમટી પડ્યા હતા access_time 10:00 am IST