Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજકીય, રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક ભાજપમાં જોડાયા

રાજકોટઃ રાજકીય તથા રક્ષા વિશેષજ્ઞ તેમજ વરિષ્ઠ પત્રકાર શ્રી હિરેન કોટકને ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ દ્વારા કેસરિયો ખેસ પહેરાવી ભાજપ પ્રવેશ કરાવાયો હતો.  તેઓ ન્યુઝ ચેનલોમાં  રાજકીય તથા રક્ષા વિશ્લેષક તરીકે ઘણા વર્ષોથી તેમની નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.

શ્રી હિરેન કોટક ભારત સરકારનાં રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ થીંક ટેન્ક સંસ્થા 'રક્ષા અધ્યયન તેમજ વિશ્લેષણ સંસ્થાન'નાં માનદ સદસ્ય તેમજ ભારત સરકારનાં એનિમલ વેલફેર બોર્ડનાં ઓનરારી ડીસ્ટ્રીકટ એનીમલ વેલફેર ઓફિસર તરીકે પણ સેવાઓ આપી રહ્યાં છે. તેઓની કોલમ 'ફ્યુચર ઓફ પાવર'નું લેખન વિખ્યાત છે.

શ્રી કોટકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી નડ્ડાજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સક્ષમ, સ્વસ્થ અને સંગઠિત ગુજરાત તેમજ ભાજપનાં સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર પાટિલ તેમજ રાજયના મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા દૂરંદેશી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.  મો.૯૫૩૭૪ ૦૦૦૦૦

(4:09 pm IST)