Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વીસનગર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ પી,કે,પટેલ પોતાના 100 સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસના ઉમેદવાર એ. જે. પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

 

મહેસાણમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં વીસનગર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ પી. કે. પટેલે કોંગ્રેસના ઉમેદવાર . જે. પટેલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પી. કે. પટેલે કોંગ્રેસમાં જોડતાની સાથે તેમના 100 કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસના પંજાને સમર્થન આપ્યું હતુ અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

  પી. કે. પટેલના કોંગ્રેસમાં જોડાવાના કારણે મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે

 

(11:23 pm IST)