Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

5 વર્ષનો લઈશું હિસાબ,નહીંતર થશે ખુરશી સાફ ! :સુરતમાં યુવાનોએ છેડયું અભિયાન

કોઈ પણ પક્ષના ઉમેદવારના જવાબથી સંતુષ્ટ ન હો તો 'નોટા' નું બટન દબાવવું પણ મત જરુર નાંખવો

સુરત: પાંચ વર્ષની હિસાબ લઈશું નહિતર ખુરશી થશે સાફ શહેરના રસ્તા પર આ રીતના સ્લોગનવાળી ટી-શર્ટધારી યુવાઓનું ગ્રુપ ફરી રહ્યું છે. આ યુવાઓ અનોખું મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. મતદાર કુટિર સુધી દરેક મતદાતા પહોંચે તે આ યુવાઓનો મુખ્ય ઉદ્દેશ છે. સાથો સાથ તેઓ ફરી ચૂંટણી લડી રહેલા સાંસદો પાસે પાંચ ટર્મમાં શુ કાર્યો કર્યા તેનો પહેલા હિસાબ માંગવાની અને યોગ્ય પ્રત્યુત્તર મળે તો જ મત આપવાનું અને નવા ઉમેદવાર પાસે પાંચ વર્ષમાં શુ કરવાનું પ્લાનિંગ છે તેની બ્લુ પ્રિન્ટ માંગવાનું મતદારોને સલાહ આપી રહ્યા છે. જો કોઈ પણ પક્ષના ઉમેદવારના જવાબથી સંતુષ્ટ ન હો તો 'નોટા' નું બટન દબાવવું પણ મત જરુર નાંખવો તે શીખવી રહ્યા છે..

  સુરત શહેરી વિસ્તારમાં ત્રણ લોકસભાની સીટના મતદારો સામેલ છે. સુરત લોકસભા, નવસારી લોકસભા અને બારડોલી લોકસભાનો તેમાં સમાવેશ છે. શહેરની 60 લાખની વસતીમાં ૨૫ લાખ જેટલા મતદાતાઓમાં મતદાન અંગે જાગૃતિ માટે સરકારી તંત્રો અને રાજકીય પક્ષો તો સક્રિય છે જ પરંતુ સુરતમાં 200 યુવા સામાજિક કાર્યકરોનુ એક જૂથ પણ નોખું અભિયાન ચલાવી રહ્યું છે.

આ યુવાઓ રોજ ચોક્કસ સમયે શહેરના માર્ગો તેમજ સોસાયટીમાં પહોંચી લોકોને મત આપતા પહેલા ઉમેદવારો પાસે કરેલા કાર્યોનો હિસાબ માંગવા અને પાંચ વર્ષમાં શુ કરશો તેનું પ્લાનિંગ માંગવા સમજાવી રહી છે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા સૂચન કરી રહી છે. અગર ઉમેદવારની વાતોથી સંતુષ્ટ ન હો છતા વોટ આપવા જવા અને 'નોટા' બટન દબાવવા જાગૃતિ ફેલાવાય રહી છે.

(9:42 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST