Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

દાહોદ લોકસભા સીટના આંક

દાહોદ બેઠક પર સ્પર્ધાને લઇને પંડિતોમાં ચર્ચા

ગાંધીનગર,તા.૨૦: ગુજરાતની તમામ ૨૬ સીટ પર મતદાનનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે ગુજરાતમાં ૨૬ સીટ પૈકી કોને કેટલી સીટો મળશે તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. મધ્ય ગુજરાતની સીટોની પણ ચર્ચા જોવા મળી રહી છે. દાહોદ લોકસભા સીટ પર ભાજપને વધારે મહેનત કરવાની જરૂર હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉના પરિણામો પરથી આ બાબત દેખાઈ રહી છે. અલબત્ત ૨૦૧૭માં ભાજપની સરસાઈ ૭૪૧૪૩ની છે. કોંગ્રેસની સરસાઈ ૫૭૦૪૧ની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપ ૧૭૧૦૨ મતે આગળ છે. દાહોદ બેઠકનું ચિત્ર નીચે મુજબ છે.

વિધાનસભા

૨૦૧૨ચૂંટણી

૨૦૧૪ ચૂંટણી

૨૦૧૭ ચૂંટણી

સંતરામપુર

૨૫૬૫૪ (કોંગ્રેસ)

૨૫૪૯૯ (ભાજપ)

૬૪૨૪ (ભાજપ)

ફતેપુરા

૬૨૬૪ (ભાજપ)

૨૪૯૩૩ (ભાજપ)

૨૭૧૧ (ભાજપ)

ઝાલોદ

૪૦૦૭૩ (કોંગ્રેસ)

૨૪૭૯૨ (ભાજપ)

૨૫૪૫૦ (કોંગ્રેસ)

લીમખેડા

૧૫૩૩૪ (ભાજપ)

૬૪૯૬૭ (ભાજપ)

૧૯૩૧૪ (ભાજપ)

દાહોદ

૩૯૫૪૮ (કોંગ્રેસ)

૪૦૯૮ (કોંગ્રેસ)

૧૫૫૦૩ (કોંગ્રેસ)

ગરબાડા

૩૫૭૭૪ (કોંગ્રેસ)

૨૨૪૬૪ (ભાજપ)

૧૬૧૨૮ (કોંગ્રેસ)

દેવગઢબારિયા

૮૩૭૫૩ (ભાજપ)

૭૨૦૫૬ (ભાજપ)

૪૫૬૯૪ (ભાજપ)

 

(9:41 pm IST)