Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમદાવાદ : ગરમીનું પ્રમાણ વધ્યું, હિટવેવ માટે ચેતવણી

અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૩૯.૨ : અમરેલી, ભુજ, સુરેન્દ્રનગર ખાતે પારો ૪૦ સુધી પહોંચ્યો

અમદાવાદ, તા.૨૦ : અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરી એકવાર જોરદારરીતે વધી રહ્યું છે. આની સાથે જ હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. હિટવેવની ચેતવણી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને વેરાવળ, પોરબંદર અને દિવ માટે જારી કરવામાં આવી છે. ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૨ ડિગ્રી રહ્યું હતું. જો કે, આજે ફરી એકવાર પારો કેટલાક વિસ્તારમાં ૪૦ સુધી પહોંચી ગયો હતો જેમાં અમરેલીમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૪૦.૩ અને ભુજમાં ૪૦ ડિગ્રી પારો રહ્યો હતો. બેવડી સિઝનના કારણે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.  આ ઉપરાંત કેટલીક જગ્યાએ સતત બદલાઈ રહ્યો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૦ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. પ્રવર્તમાન સ્થિતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો વધશે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી. હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે.

ક્યાં કેટલું તાપમાન.....

ગુજરાતના જુદા જુદા ભાગોમાં મત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

સ્થળ

મહત્તમ તાપમાન

અમદાવાદ

૩૯.૨

ડિસા

૩૮

ગાંધીનગર

૩૮.૬

વીવીનગર

૩૭.૧

વડોદરા

૩૯.૬

સુરત

૩૯.૪

વલસાડ

.૩૫.૯

અમરેલી

૪૦

ભાવનગર

૩૮.૩

રાજકોટ

૩૯.૭

સુરેન્દ્રનગર

૪૦.૩

ભુજ

૪૦

કંડલા એરપોર્ટ

૩૯.૨

(9:38 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST