Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પોરબંદર જિલ્લો '' પાસા '' સહિત અટકાયતી પગલા લેવામાં રાજયમાં પ્રથમ સ્થાને

પોરબંદર :  પોરબંદર જિલ્લો '' પાસા '' સહિત અટકાયતી પગલા લેવામાં રાજયમાં પ્રથમ સ્થાને રહેલ છે.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૪૩૦ અટકાયતી પગલાની ૩૩ બુટલેગરોની પાસા હેઠળ ધરપકની કામગીરી, ૮૪ તડીપાર કેસ, તેમજ પ્રોહીબીશન કલમ હેઠળ ૮૭૩ સામે કાર્યવાહી કરવામાં  આવી છે.

જુનાગઢ રેન્જ આઇજીશ્રી સુભાષ ત્રિવેદીની સૂચના અને પોરબંદર એસ.પી. શ્રી ડો. પાર્થરાજસિંહના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામા આવી છે.

એલસીબીના પોલીસ ઈન્સપેકટર પી.વી. દરજી અને પીએસઆઇ. એચ.એમ  ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ સમીર જુણેજા અને સંજય ચૌહાણને મળેલ હકીકત મુજબ વધુ એક અટકાયતી કામગીરીમાં ફાયર બ્રિગેડ સામે આનંદ ઉર્ફે માનુ વશરામને  દારુ લઇ જતા પકડી પાડવામાં આવેલ છે.

(9:01 pm IST)