Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ગુજરાતમાં શૂટિંગ વેળાએ વિક્કી કૌશલને ગંભીર ઇજા :ચહેરા ઉપર 13 ટાંકા આવ્યા

એક્શન સીક્વેંસની શૂટિંગ દરમિયાન ચહેરાના હાડકામાં ફેક્ચર

મુંબઈ :બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ એક દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘવાયા. ગુજરાતમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમના ચેહરો ગંભીર રૂપે ઘવાયો છે. વિક્કી કૌશલ એક એક્શન સીક્વેંસની શૂટિંગ કરી રહ્યા હતા જ્યારે તેમને આ વાગ્યુ હતું .
   ટ્રેન એનાલિસ્ટ તરુણ આદર્શએ આ વાતની માહિતી પોતાના વેરિફાઈડ ટ્વિટર એકાઉંટ પરથી ટ્વીટ કરીને આપી છે. તરુણે જણાવ્યુ કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિક્કીના ચેહરા પર વાગ્યુ છે અને તેને 13 ટાંકા આવ્યા છે.

    જાણવા મળ્યુ છે કે વિક્કી કૌશલ એક એક્શન સીક્વેંસ શૂટ કરી રહ્યા હતા જ્યારે તેમના પર એક દરવાજો પડ્યો. તેમના ચેહરાનુ હાડકુ (ચીક બોન)માં ફેક્ચર થયુ છે. માહિતી મુજબ આ ઘટના 18 એપ્રિલના છે જે હવે સામે આવી છે. ભાનુ પ્રતાપની હોરર ફિલ્મ જેને માટે વિક્કી શૂટિંગ કરી રહ્યા છે એક જહાજ વિશે છે જે સમુદ્ર કિનારે ઉભુ રહે છે. સમાચાર મુજબ આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છેલ્લા 5 દિવસથી ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં શૂટિંગ કરી રહ્યુ છે.

(8:20 pm IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST