Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની તબિયત લથડતા તમામ કાર્યક્રમો રદ: ગાંધીનગર જવા રવાના

ફઝલ ચૌહાણ દ્વારા વઢવાણ:: લોકસભા ચૂંટણી આડે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુરેન્દ્રનગરમાં જાહેર સભા યોજાઇ હતી પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની તબિયત અચાનક લથડતા તેઓએ તમામ કાર્યક્રમ રદ કર્યા હતા અને તાત્કાલિક ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર ખાતે લોકસભાની ચૂંટણી અનુસંધાને જાહેર સભા તથા ગ્રુપ મીટીંગ માતાજીના દર્શન ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પરંતુ મુખ્યમંત્રીશ્રીની તબિયત લથડતા ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને ઉલટી થતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે ધોમધખતા તાપમાં છેલ્લા થોડા દિવસોથી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા હોવાથી તેઓની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે

(7:48 pm IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST