Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વડોદરામાં ટેમ્પામાં ચોરખાનું કરીને લાવતો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપ્યો: ડ્રાઈવરની ધરપકડ

વડોદરા:ટેમ્પોમાં ચોરખાનું બનાવી વડોદરામાં લાવતા શરાબના જથ્થાને જીલ્લા LCB પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે લઈને ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી હતી. 

વડોદરા જીલ્લા LCB પોલીસ ને બાતમી મળી હતી કે એક ટેમ્પો માં ચોરખાનું બનાવી શરાબનો જથ્થો વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી અને તપાસ હાથ ધરી હતી બાતમી વાળો ભૂરા રંગનો ટેમ્પો આવી જતા પોલીસે તેને રોકી અને ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે પોતાનું નામ દેવેન્દ્ર રઈજીભાઈ તડવી રહે . સયાજીપુરા ગામ તા. વડોદરા જણાવ્યું હતું. ટેમ્પોનું ચેકિંગ કરતા ટેમ્પોની ચેચીસમાં ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જે ચોરખાના ને પોલીસે ખોલીને તપાસતા તેમાં વિદેશી બ્રાન્ડની શરાબની કુલ ૪૫૬ બોટલ મળી આવી હતી. પોલીસે શાહ્રબ ના જત્થા અને ટેમ્પો મળીને ૪,૮૨,૯૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોણે પહોચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.

(5:59 pm IST)