Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

બાઈકની નંબર પ્લેટ કાઢી ચોરીની બાઈક ફેરવનાર ઉત્તરપ્રદેશના વાહન ચોરને મકરપુરા પોલીસે વાડી નજીકથી ઝડપ્યો

વડોદરા:શહેરના વાડી પોલીસ મથકની હદમાંથી ચોરી કરેલી બાઈકની આગળ-પાછળની નંબરપ્લેટો કાઢી નાખી તેને શહેરમાં જ ફેરવી રહેલા ઉત્તરપ્રદેશના યુવકને મકરપુરા પોલીસે ઝડપી પાડી વાડી પોલીસના હવાલે કર્યો હતો.

એક પરપ્રાંતીય યુવક ચોરીની બાઈક લઈને ફરતો હોવાની અને તે  તરસાલી ધનિયાવીરોડ પરથી પસાર થવાનો છે તેવી માહિતીના પગલે મકરપુરા પોલીસ મથકના સર્વેેલન્સ સ્ટાફે ગત સાંજે તરસાલી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. મોડી સાંજે માહિતી મુજબ એક યુવક નંબરપ્લેટો કાઢી નાખેલી બાઈક લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેની અટકાયત કરી હતી.

(5:57 pm IST)