Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વડોદરા: વાઘોડિયા ચોકડી નજીક ટેન્કરની હડફેટે સ્કૂટર પર જતા દંપતી પૈકી પતિએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો: પત્નીને ગંભીર ઇજા

વડોદરા:નેશનલ હાઈ વે પર વાઘોડિયા ચોકડી બ્રીજ પાસે આજે સવારે એક ટેન્કરે સ્કૂટર પર જતા દંપતીને અડફેટમાં લીધું હતું જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પત્નીને પણ ગંભીર ઈજાઓ થઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર પીડબ્લ્યુડીના નિવૃત્ત અધિકારી હતા તેઓ આજે હનુમાન જયંતિ નિમિત્તે વાઘોડિયા રોડ પર આવેલાં હનુમાનજીના મંદિરે દર્શન કરી વડોદરા પરત ફરી રહ્યાં હતાં 

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગરમાં રહેતા પીડબલ્યુડીના નિવૃત અધિકારી બિપીનચન્દ્ર મેહતા આજે હનુમાન જયંતિ નિમીતે પત્ની ભાનુબેન સાથે સ્કૂટર પર વાઘોડીયા ગામ તરફ જતા રસ્તા પર આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે ગયાં હતા. દર્શન કરી બિપીનભાઇ અને ભાનુબેન ઘરે પરત આવી રહ્યા હતા. 

(5:56 pm IST)
  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST