Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

વડોદરામા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું ૪૦૦ કમળના ફૂલ આપીને ભવ્ય સ્વાગત

વડોદરા: દેશમાં પ્રથમ વાર વડોદરામાં મતદારોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખું સ્વાગત કર્યું. 400 મતદારોએ 400 કમળના ફૂલ આપી રંજનબેનનું સ્વાગત કરી ભાજપને સમર્થન આપ્યું છે.

વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કુલ પાસે મહીનગર સોસાયટીમાં રહીશોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખુ સ્વાગત કર્યું. 400 મહિલા અને પુરુષ મતદારોએ મળી 400 કમળના ફૂલ રંજનબેન ભટ્ટને આપ્યા સાથે જ દેશમાં ભાજપને 400 બેઠકો મળે અને ફરી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવી શુભકામના પાઠવી. રંજનબેન ભટ્ટે કહ્યું કે ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ પ્રથમવાર કોઈ મતદારોએ આ રીતે સ્વાગત કર્યું.

રંજનબેન ભટ્ટને સમર્થન આપનાર મતદારો ફરી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે બહાર આવ્યા છે. મતદારો નરેન્દ્ર મોદીના કામથી પ્રભાવિત થયા છે જેના કારણે વડોદરાના ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું સાથે જ 400 કમળના ફૂલ પણ આપ્યા. મહત્વની વાત છે કે મતદારોએ જાતે કમળના ફૂલ ખરીધ્યા છે. ત્યારે ચોકકસથી વડોદરાના મતદારોનો અનોખું સમર્થન લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(4:59 pm IST)