Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ભુખ ન લાગવી, કમળો, વજન ઘટવું જેવી બિમારીઓથી લીવરનો રોગ થઈ શકે

અમદાવાદઃ આપણા શરીરમાં મગજ ઉપરાંત લિવર બીજું સૌથી વિશાળ અને સૌથી જટિલ અંગ છે. આપણે દવાઓ સહિત જે કંઈ ખાઈએ અને પીએ છીએ એ બધું જ લિવરમાંથી પસાર થાય છે. તેની જો યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો તેને હાનિ પહોંચી શકે છે. લિવર દ્વારા અત્યંત જટિલ કામગીરી કરવામાં આવે છે. ચેપ અને રોગો સામે લડે છે. શરીરમાં બ્લડ સુગરને નિયમિત કરે છે. શરીરમાંથી તમામ ઝેરી પદાર્થોને દુર કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ સ્તરને અંકુશિત કરે છે. કલોટિંગ પ્રોસેસમાં લોહીને મદદ કરે છે. પાચનમાં તે બાઈલ મુકત કરવામાં મદદ કરે છે. લિવરના રોગ સામાન્ય રીતે તેને હાનિ ન પહોંચે ત્યાં સુધી કોઈ ચોકકસ લક્ષણો દર્શાવતા નથી.

લિવરને હાનિ થવાના સંભવિત લક્ષણોમાં ભૂખ ન લાગવી, કમળો અને વજન ઘટવું વગેરે સામેલ રહે છે. એવા અનેક કારણો છે કે જેના લીધે વિવિધ પ્રકારની લિવરની સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ તેમાં સૌથી પ્રાથમિક કારણ આપણે પસંદ કરેલી જીવનશૈલી હોય છે. જેમકે વધુ પડતા ફેટ્ટી (ચરબી યુકત) પદાર્થો ખાવા, કસરતનો અભાવ અને વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન સામેલ હોય છે. હિપેટાઈસીસ એ, બી અને સી સિરોસીસ, ફેટ્ટી લિવર ડિસીસ અને કેન્સર સામેલ હોય છે. લિવર સિરોસીસમાં કોષો નાશ પામે છે અને લિવરમાં કાયમ માટે સ્કેરિંગ થાય છે. વાયરસ હિપેટાઈસીસ બી અને સી તથા આલ્કોહોલ સિરોસીસચીના સામાન્ય કારણો છે. સિરોસીસના કારણે ભુખ ન લાગવી, નબળાઈ, ખંજવાળ અને ચામડી પીળી થવી (કમળો) તથા થાક જેવા લક્ષણો અનુભવાય છે.

(3:39 pm IST)