Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

નીયોજેન કેમિકલ્સ લિ.નો આઈપીઓ ૨૪મીએ ખુલશેઃ પ્રાઈસ બેન્ડ રૂ.૧૦ની ફેસ વેલ્યુ

અમદાવાદઃ ભારતમાં બ્રોમાઈન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલ્ટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદકોમાંની એકનીયોજેન કેમિકલ્સ લિમિટેડ (કંપની)એ ૨૪ એપ્રિલના ઈકિવટી શેરની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. એન્કર ઈન્વેસ્ટર બિડ/ ઓફરનો ગાળો બિડ/ ઓફર ખુલવાના એક ચાલુ દિવસ અગાઉ એટલે કે ૨૩ એપ્રિલના રોજ રહેશે. આઈપીઓમાં કંપનીના રૂ.૭૦૦ મિલિયનના ફ્રેશ ઈશ્યુ (ફ્રેશ ઈશ્યુ) તથા હરિદાસ ઠાકરશી કાનાણી) પ્રમોટર સેલિંગ શેર હોલ્ડરનાં ૧,૬૯૯,૬૦૦ ઈકિવટી શેર અને બીના હરિદાસ કાનાણીનાં ૧,૨૦૦,૪૦૦ ઈકિવટી શેર સુધીનાં શેરનાં વેચાણની ઓફર પ્રમોટર ગ્રુપ સેલિંગ શેર હોલ્ડર અને પ્રમોટર સેલિંગ શેર હોલ્ડર સાથે સંયુકત પણે સેલિંગ શેર હોલ્ડર્સ તરીકે ઓળખાય છે સામેલ છે.

બિડ / ઓફર ૨૬ એપ્રિલના બંધ થશે. લિડ લઘુતમ ૩૫ ઈકિવટી શેરનાં લોટમાં અને ૫ થી ૬૫ ઈકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. ઈકિવટી શેર બેએસઈ અને એનએસઈ સ્ટોક એકસચેન્જ પર લિસ્ટેડ થશે. ફ્રેશ ઈશ્યુમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ આ માટે થશે.

 કંપનીના સંપૂર્ણ કે ચોકકસ ભાગની આગોતરી કે પુનઃ ચુકવણી કરવા માટે, ૯.૮ ટકા એફઆરસીપીએસનાં વહેલાસર રિડેમ્પ્શન માટે, લાંબા ગાળાની કાર્યકારી મૂડી માટે અને સાધારાણ કોર્પોરેટ કામગીરીઓ માટે ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલ) ઈન્ગા એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને કો- બુક રનિંગ લીડ મેનેજર (સીબીઆરએલએમ) લાટલીવાલ એન્ડ કારાધણી સીકયોરિટી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે.

(3:39 pm IST)