Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમદાવાદથી દિલ્હી જતી ગો એરની ફલાઈટમાં ખામી સર્જાઈઃ મુસાફરોનો દેકારો

આજરોજ અમદાવાદથી દિલ્હી જતી ગો એરની ફલાઈટ નં.જી ૮ ૭૨૦માં અમદાવાદ એરપોર્ટ ઉપર ખામી સર્જાતા ફલાઈટ સમયસર ઉપડી શકી ન હતી. ખાસ્સો સમય વિતી જવા છતાં ફલાઈટ ન ઉપડતા અંતે મુસાફરોએ એરપોર્ટ ભારે હંગામો મચાવી દીધો હતો. ઉકત તસ્વીરમાં ફલાઈટની રાહ જોઈ રહેલા મુસાફરો નજરે પડે છે.

(3:38 pm IST)