Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

નસવાડીમાં બીટીપીમાં મોટું ગાબડું : તાલુકા પંચાયત સભ્ય અને ગ્રામ્ય પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

સાગબારા તાલુકામાંથી 10 ગ્રામપંચાયતના સભ્યો સહીત મોટી સંખ્યામાંકાર્યકરોએ કેસરિયો ખેસ પહેર્યો

નસવાડીના ગઢ ચિકદા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. બીટીપીના તાલુકા પંચાયતના સભ્ય સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે. ભાજપની એક સભામાં ગણપત વસાવાની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં 10 ગ્રામપંચાયતના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

(1:29 pm IST)
  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST