Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પાંથાવાડાના ભાડત્રા ગામે અંગત અદાવતમાં મહિલા સહીત પરિવારના ત્રણ સભ્યો પર હુમલો : આધેડનું મોત: બેને ઇજા

તીક્ષણ હથિયારોસ સાથે હુમલો કર્યો ;આરોપીઓની શોધખોળ

પાંથાવાળાના ભાંડત્રા ગામે રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર અંગત અદાવતમાં એક મહિલા સહિત 3 લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવારના ત્રણ સભ્યોમાંથી એક આધેડ વ્યક્તિનું મોત થયું હતું જયારે બે લોકોને ઇજા પહોંચી હતી

   ઘટનાની જાણ થતા 108 અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં 108 દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ અને ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે મૃતના પરિવારજનોએ હુમલો કરનાર મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

  પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે આધેડ વ્યક્તિની હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

(12:46 pm IST)