Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અંકલેશ્વર રાજપીપલા રોડ પર અજાણ્યા વાહનની ટકકરે ૪૦ વર્ષીય શખ્શનું મોત

પોલીસ દ્વારા અકસ્માતમાં મોતનો ગુન્હો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ

અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર કો અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય શખ્શનું મોત નીપજ્યું છે .બનાવ અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરિ છે.

   આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તા૨૦મીના રોજ ૧૧ કલાકે વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત  ( ઉ.વર્ષ.૪૦ ) ( રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ ) , બાપુનગર રોડ થી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અદફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વિજયસિંગનું મોતા નીપજ્યું હતું.

 આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજ્પૂત્ની ફરિયાદ નોંધી.અકસ્માત મોત ગુનો દાખલ કરી મૃતકની લાસને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નીપજાવી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધ આરંભી છે.

(12:41 pm IST)
  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST