Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જયારે, પોલીસ અને ફરીયાદીઓ બંન્ને પોલીસ કમિશ્નરની જાગૃતીથી આરોપી બન્યા

૪ પોલીસમેને કોલ સેન્ટર પર બનાવટી રેઇડ કરીઃ કોલ સેન્ટર સંચાલકો દ્વારા ફરીયાદ થઇઃ અનુપમસિંહ ગેહલોત ઉંડા ઉતર્યા અને બધાના ચહેરા પરથી 'મુખોટા' ઉતરી ગયા : લેપટોપમાં મેજીક જેક નામના ડીવાઇસ કે જે અમેરિકાનો નંબર દેખાડે છે તેની મદદથી લોનની લાલચ આપી વેરીફીકેશન અને લોન એગ્રીમેન્ટ ફી માંગી અમેરીકનો પાસેથી ડોલર પડાવવાના કૌભાંડનો વડોદરામાં પર્દાફાશ

રાજકોટ, તા, ૨૦: વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં ડુપ્લેક્ષ મકાનમાં બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરીકન નાગરીકોના ડેટાની  લીડ મેળવી લેપટોપમાં મેજીક જેક નામના ડીવાઇસ કે જે અમેરિકાનો નંબર દેખાડે છે તેની મદદથી લોનની લાલચ આપી વેરીફીકેશન અને લોન એગ્રીમેન્ટ ફી માંગી અમેરીકનો પાસેથી ડોલર પડાવવાના કૌભાંડનો વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતની જાગૃતીથી કઇ રીતે પર્દાફાશ થયો તેની વિગતો રસપ્રદ છે.

ઉકત કોલ સેન્ટર પર પોલીસ કમિશ્નર ઓફીસમાંથી આવતા હોવાની ઓળખ આપી  કોલ સેન્ટરવાળાઓને તમે ગેરકાયદે ધંધા કરો છો? તેમ કહી પોલીસ યુનિફોર્મ સાથે રાજેશ, ફરાચ, રમેશ ફાવડે અને પ્રકાશ ચિતે નામના પોલીસે તોડ કરવા માટે રેઇડ કરી લાખો રૂપીયા ઘરભેગા કરી દીધા હતા.

આટલાથી સંતોષ ન થતા રાજેશ નામના પોલીસમેન દ્વારા વધુ ૧ર લાખની માંગણી થતાાકોલ સેન્ટરવાળાઓએ પાછળથી પૈસાની સગવડ કરી આપશું તેમ જણાવેલ.

દરમિયાન કોલ સેન્ટરવાળાઓને ચારેય પોલીસ દ્વારા થયેલી રેઇડ નકલી હોવાની શંકા જતા તેઓએ સંયાજીગંજ પોલીસમાં ફરીયાદ કરવા પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ કમિશ્નરને આ અંેગે માહીતી મળતા તેઓએ તુર્ત જ  કોલ સેન્ટરવાળા ફરીયાદીઓની પુપછપરછ કરતા ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવતા તેઓએ બનાવટી રેઇડ કરવા ગયેલા પોલીસમેનોની શોધખોળ ચલાવવા પોલીસ ટીમો કામેે લગાડેલ.

રેઇડ દરમિયાન રાજેશ દ્વારા જે નેઇમ પ્લેટ લગાડેલી અને રેઇડ દરમિયાન જે નામો લેવાતા હતા તે આધારે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે તપાસ કરતા જ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા આર્મ્સ પો.કોન્સ્ટેબલ રાજેશ સપકાલ શંકાના દાયરામાં આવેલ અને આખી બનાવટી રેઇડનો પર્દાફાશ થયેલ અને ગણત્રીના કલાકોમાં જ રાજેશ, ફરાજ અને પ્રકાશ ઉર્ફે જય સકંજામાં આવી ગયેલ.

દરમિયાન ફરીયાદીઓ પણ મોટા કારીગર હોવાનું અને કોલ સેન્ટર દ્વારા કૌભાંડ ચલાવી રહયાની હકીકત ખુલતા જ કોલ સેન્ટરના ભેજાભાજો મનીષ પ્રહલાદ, રવિ થાવર(વેરાવળ), સ્વાગત દિનેશચંંદ્ર (તરસાલી) અને અર્જુન શાહ ડભોઇ પણ સકંજામાં આવી ગયેલ. આમ પોલીસ કમિશ્નરની જાગૃતીને કારણે નકલી રેઇડ કરનારા પોલીસ તથા ફરીયાદીઓ પણ આ રીતે આરોપી બની ગયા હતા.

(12:40 pm IST)
  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST