Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હાર્દિક પટેલ પર હુમલો કરનારના પિતાએ કહ્યું :પુત્ર 15 દિવસથી અમારા સંપર્કમાં નથી :તરુણના ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જાસલપુરમાં તરુણના પિતાએ કહ્યું તરુણ કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ સાચું હોય કે ખોટું મને ખબર નથી તે કોઈ ભાજપ ભાજપ કહેતો હતો

 અમદાવાદ : વઢવાણ ખાતે એક ચૂંટણી સભામાં તરુણ ગજ્જર નામના યુવકે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સ્ટેજ પર લાફો માર્યો હતો તરુણ કડીના જાસલપુર ગામનો વતની છે. હાર્દિકને થપ્પડ મારવાની ઘટના બાદ ગુજરાતી ચેનલની ટિમ તરુણ ગજ્જરના ઘરે તેના પિતા સાથે વાતચીત કરી હતી તરુણના પિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા 15 દિવસથી અમારા સંપર્કમાં નથી.
    તરુણ ગજ્જર(મિસ્ત્રી)ના પિતા મનુભાઈ મિસ્ત્રીએ  જણાવ્યું કે, "તરુણ સાથે છેલ્લા 15 દિવસથી અમારી કોઈ વાતચીત નથી થઈ. તરુણે હાર્દિકને લાફો માર્યો હોવાની વાત અમને ધ્યાનમાં નથી. છેલ્લે તે બહાર જવાનો છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો." તરુણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે કે નહીં તેવા સવાલના જવાબમાં તરુણના પિતાએ જણાવ્યું કે, "તરુણ કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ સાચું હોય કે ખોટું મને ખબર નથી તે કોઈ ભાજપ ભાજપ કહેતો હતો

  તરુણ ગજ્જરના ઘર ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તરુણના પિતાના કહેવા પ્રમાણે તે છેલ્લા પાંચ સાત વર્ષથી તેની પત્ની સાથે કડીમાં રહે છે. 15 દિવસ પહેલા તેની તરુણ સાથે વાતચીત થઈ હતી. આ સમયે તેણે બહારગામ જવાનું કહ્યું હતું. છેલ્લા 15 દિવસ દરમિયાન તરુણનું કોઈ કામ ન પડ્યું હોવાથી તેણે તરુણનો સંપર્ક કર્યો ન હતો.

(11:13 pm IST)
  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST