Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પાલનપુરના ધારાસભ્યને મડાણામાં લોકોના રોષનો ભૉગ બન્યા :ગ્રામજનોએ આડે હાથ લેતા ચકચાર

ચૂંટણી વખતે આપેલા વચનો પુરા ન કર્યા હોઈ ગ્રામજનોએ પરચો બતાવ્યો

પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા. ત્યારે પોતાની વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનો પુરા કર્યા ન હોઈ ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્‌યું હતું. જ્યાં ગ્રામજનોએ જાહેરમાં માઇક ઉપર જ આડે હાથ લેતાં ધારાસભ્યને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો.

  પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલને પાલનપુર તાલુકાના મડાણા ગામે ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્‌યું હતું. જ્યાં તેમણે પોતાની વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનો પુરા ન કર્યા હોઈ ગ્રામજનોએ તેમને આડે હાથ લીધા હતા. જેઓ ચૂંટણી સભા સંબોધે તે અગાઉ જ એક ગ્રામજને હાથમાં માઇક લઇ વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનો પુરા કર્યા ન હોઈ ધારાસભ્યને આડે હાથ લેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

 જોકે, ધારાસભ્યએ સામે પ્રતિઉત્તર આપી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે દરમિયાન ધારાસભ્યને પરસેવો છૂટી ગયો હતો. આખરે ગામના અન્ય અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્‌યો હતો.

(10:52 pm IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST