Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ડીસામાં રોમિયોના ત્રાસથી સગીરાનો આત્મહત્યાનો પ્રયાસ

ત્રણ વર્ષથી લગ્ન કરવા દબાણ કરીને ત્રાસ આપતો :પરિવારને જાનથી મારી નાખવા ધમકી દેતા કંટાળીને પગલું ભર્યું

ડીસામાં રોમિયોના ત્રાસથી એક સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રોમિયો છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો હતો. જેથી સગીરાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગેની મળતી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કોટડા ગામે બન્યો હતો. જેમાં ડીસામાં એક રોમિયો પ્રતીક ઠક્કર દ્વારા કોટડા ગામે રહેતી એક સગીરાને છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર લગ્ન કરવા દબાણ કરી ત્રાસ આપવામાં આવતો હતો.

   સગીરાને લગ્ન કરવા માટે પ્રતીક ઠક્કરના પરિવાર દ્વારા પણ અવાર નવાર દબાણ કરવામાં આવતું હતું. જો તું લગ્ન નહીં કરે તો તારા પરિવારને મારી નાખીશું તેવી ધમકીઓ પ્રતીક ઠક્કર દ્વારા આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે સગીરાએ પોતાના ઘરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

 . પરંતુ પોતાના ઘરે સગીરાના કાકા આવી જતા તેને આત્મહત્યા કરતા બચાવી લેવાઈ હતી. અને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાના પરિવાર જનોએ પ્રતીક ઠક્કર તેમજ તેમના પરિવાર જનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

(9:33 pm IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST