Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બીટકોઈન તોડ પ્રકરણમાં પીઆઇ અનંત પટેલના 27મી સુધી રિમાન્ડ મંજુર

સીઆઈડી ક્રાઈમે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

 

અમદાવાદ :સુરત બીટકોઈન તોડ કરવાના આરોપમાં ભાગતા ફરતા પીઆઈ અનંત પટેલની ક્રાઈમ બ્રાંચે અડાલજ પાસેથી ધરપકડ કરી પોલીસે તેનો કોર્ટમાં રજૂ કર્યો હતો. સીઆઈડી ક્રાઈમે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેના પગલે કોર્ટે 27 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરી દીધી હતી.

   મળતી માહિતી મુજબ, ગત ગુરુવારે ક્રાઈમ બ્રાંચને માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે અડાલજ પાસે વોચ ગોઠવી હતી, તે સમયે બીટકોઈનનો આરોપી આવતા ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો, ક્રાઈમ બ્રાંચે અનંત પટેલની ધરપકડ કરી સીઆઈડી ક્રાઈમને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
બીજી તરફ બીટકોઈન તોડ કેસ મામલે ગુરુવારે આરોપીઓની જામીન અરજી પર સિવિલ સેશન્સ કોર્ટમાં સુનવણી ટળી છે. ધરપકડ કરાયેલ ત્રણે આરોપીએ જામીન અરજી કરી હતી, જેને લઈ ગુરુવારેસુનાવણી હતી પરંતુ તે ટળી છે. સેસનકોર્ટ સમક્ષ તપાસ અધિકારીએ સમય માંગતા સુનાવણી ટાળવામાં આવી છે. સિવિલ સેસન્સ કોર્ટે મુદ્દે વધુ સુનાવણી 21 એપ્રિલે કરવામાં આવશે તેવું કહ્યું. તમને જણાવી દઈએ કે બીટકોઈન તોડ મામલે અમરેલીના બે પોલીસ કર્મીઓ, અને સુરતના એક વકિલ પણ આરોપી તરીકે શામેલ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં સુરતના બિલ્ડર સાથે થયેલા કરોડોના તોડ મામલે સીઆઇડી તપાસ ચાલી રહી છે. સીબીઆઈ પીઆઇ સુનિલ નાયર અને અમરેલીના ઇન્ચાર્જ પીઆઇ અનંત પટેલ સામે 17 કરોડના તોડની ફરિયાદ થઈ છે. બીટકોઈન કેસમાં ગુનો નોંધાયા બાદ અનંત પટેલ ફરાર હતો.

  પહેલા બીટકોઈન તોડ મામલે LCBના 2 કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરી હતી. ત્યારબાદ LCB ઓફિસ અને આરોપીઓના ઘરે તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ક્રાઈમ દ્વારા બાબુ ડેર અને વિજય વાઢેરની ધરપકડ કરી હતી. જેમા અમરેલી LCBના પીઆઈ અનંત પટેલ સહિત અન્ય પોલીસકર્મીઓ ફરાર થયા હોવાનું જાણવા મળ્યુ છે. આજકાલ ક્રિપ્ટોકરન્સીનું બજાર ઉંચકાયેલું છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં બિટકોઈને આખા વર્ષમાં ચર્ચા જગાવી છે.ગત વર્ષે બિટકોઈનની કિંમતમાં જે રેકોર્ડ વધારો થયો હતો તેને પગલે મોટી સંખ્યામાં લોકોએ બિટકોઈનમાં રોકાણ કરીને પૈસા બનાવ્યા હતા.બિટકોઈનની લોકપ્રિયતા વધી રહી છે.

પહેલા પણ કરોડોના બીટકોઈન મામલે બિલ્ડર શૈલેષ ભટ્ટની પૂછપરછ હાથ ધરાઇ હતી. સીઆઇડી ક્રાઇમની નિવેદનો લેવાયા હતા. છેલ્લા ઘણા સમયથી ભારતીય શેરબજાર સાથે બીટકોઈનની ચર્ચાએ જોર પકડ્યું છે. નાનાથી લઈ મોટા રોકાણકારો બીટકોઈનમાં પૈસા રોકવાની તક શોધી રહ્યા છે.

દેશમાં બિટકોઈનનો વેપાર ગેરકાયદે છે, તેમ છતાં અમદાવાદ, મુંબઈ સહિતની જગ્યાએ બિટકોઈન મળે છે. સુરતના બિલ્ડર શૈલેષ પટેલ પાસેથી 17 કરોડનો તોડ કર્યો હતો. સુરતના બિલ્ડર પાસેથી પહેલા સીબીઆઈએ તોડ કર્યો હતો. સીબીઆઈ ઓફિસર અરુણ નાયર પર પણ પૈસા લીધાનો આક્ષેપ છે. તો સીબીઆઈએ શૈલેષ ભટ્ટ પાસેથી 5 કરોડ બિલ્ડર પાસેથી ખંખેર્યા લીધા હતા. બાદમાં અમરેલી પોલીસે બિટકોઈનના નામે 78 લાખ ખંખેર્યા. તે બાદ મોબાઈલફોનથી 12 કરોડની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. ત્યારે શૈલેષ ભટ્ટે સંદેશ સાથે મોટો ખુલાસો કર્યો હતો

(1:06 am IST)